ઘડવું છે જીવન, જીવનમાં તો જ્યાં, સાર તત્ત્વો જીવનના તું ગોતતો રહેજે
રાખી નજર ખુલ્લી તારી, હૈયું ખુલ્લું તારું, સાર તત્ત્વો જીવનમાં તું અપનાવતો રહેજે
પડે જીવનમાં છોડવું, જે-જે તો ખોટું, છોડજે જીવનમાં એને તું, છોડતો એને તું રહેજે
હોય કે હશે ચઢાણ ભલે એના આકરા, ચઢાણ જીવનમાં એના, ચડતો ને ચડતો તું રહેજે
પડશે જીવનમાં જાવું, બીજું બધું તો ભૂલી, એ લક્ષ્ય ને લક્ષ્યમાં રહેવા તો તું દેજે
છે લક્ષ્ય તો જીવનમાં જે તારું, લક્ષ્યને જીવનમાં તો તું, વણતો ને વણતો રહેજે
સુખદુઃખ તો આવશે ને જાશે જીવનમાં, ના એમાં તો તું સંકળાતો ને સંકળાતો રહેજે
જીવન છે તારું, પામવાનું તો છે એમાં, સમયમાં ના ગફલતમાં તો તું રહેજે
રહેશે સાથે ને છૂટશે જીવનમાં તો બીજા, ગૂંથાતો ને ગૂંથાતો એમાં ના તું રહેજે
જીવન છે તારું, ઘડવાનું છે એને તો તારે, જીવનમાં જીવનને ઘડતો તો તું રહેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)