થાતું ને થાતું રહેશે રે જગમાં, દુઃખી શાને તું એમાંને એમાં થાતો રહ્યો
હતું હાથમાં રોકવા એને તો તારા, રોક્યું ના જીવનમાં, ના એને તું રોકી શક્યો
નિઃસંગ બની કર્યો સંગ જ્યાં તેં એમાં, નિર્લેપ એમાં ત્યાં તું બની ગયો
પામ્યું બધું, થયું ના જગમાં તો કોઈનું, બાકાત ના એમાં તું ભી તો રહ્યો
કદી કષ્ટકારી, કદી સુખકારી પ્રસંગો જીવનમાં, તો તું નિરખી રહ્યો
છે દુઃખ તો અવસ્થા, ના કાંઈ વસ્તુ, શાને એમાં તો તું સંકળાતો રહ્યો
દુનિયા છે તારી, સુખી થાવું છે તારે, શાને દુઃખના ટોપલા અન્ય પર ઢોળતો રહ્યો
રહેજે તું તો રાજી, દે પ્રભુ તને તો જેજે, દ્વાર દુઃખના બંધ તું ના કેમ કરતો રહ્યો
હશે આધાર સુખનો તારો જો બહારને બહાર, ચાવી દુઃખની બહાર તું રાખતો રહ્યો
કરી લે નિર્ણય, રહેવું છે સુખી કે દુઃખી, પડઘો એનો અંતરમાં તો પડતો રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)