નથી જોઈતી જગ્યા ઝાઝી મને રે પ્રભુ, તારા ચરણમાં જગ્યા બસ થોડી મળી જાય
જવું હોય ત્યાં જાજે ભલે તું રે પ્રભુ, મારી નજરમાંથી જોજે ના તું હટી જાય
કરવી છે શું મારે જગની દોલત રે પ્રભુ, જો જીવનમાં તારા નામની દોલત મળી જાય
મસ્તક પર પડે જીવનમાં ધૂળો ભલે ઘણી રે પ્રભુ, જો ચરણરજ તારી એમાં ભળી જાય
જોઈતું નથી ગંગાજળ કે યમુનાજળ મારે રે પ્રભુ, જો તારું પ્રેમજળ મને તો મળી જાય
જોઈ રાહ જીવનભર તારી રે પ્રભુ, થાતા દર્શન તારા રે પ્રભુ, પાવન એ થઈ જાય
સમજાય કે ના સમજાય બીજું જીવનમાં રે પ્રભુ, જીવનમાં તો જો તું સમજાય જાય
રહ્યો છું જીવી બસ એક તારી આશાએ રે પ્રભુ, જોજે મારા તો જીવનમાં રહી જાય
ધડકી રહ્યું છે હૈયું મારું રે પ્રભુ, જોજે ધડકને ધડકને નામ તારું લેવાતું જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)