અઢળક સંપત્તિ સમાવી, સાગર તેં તારા હૈયાંમાં, સાગર શાને તું છલકાય છે
પોઢયા પ્રભુ, લક્ષ્મી સાથે તો તારા હૈયાંમાં, શું સાગર, એથી તું શું છલકાય છે
માનવ છે તારી અંદર વાસ પ્રભુનો ને લક્ષ્મીનો, એથી શાને હૈયું તારું ના છલકાય રે
કરી દૂર ખારાશ, સાગર તેં ધરતીના હૈયાંની, સંતોષે, એથી શું તું છલકાય છે
કરી નથી શક્યો માનવ તું તારા હૈયાંની ખારાશ, શાને રે માનવ તું તો છલકાય છે
વ્યાપ્ત છે વિશાળતામાં રે સાગર, ધીર ગંભીરતાથી એ તો છલકાય છે
પામ્યો ના પામ્યો થોડું રે જીવનમાં રે માનવ, શાને અભિમાનમાં એમાં છલકાય છે
રહે પૂજતાં કે ખૂંદતા સાગર તો તને, એક સરખો એમાં તું તો છલકાય છે
માનવ તું તો જ્યાં પૂજાતો જાય, તારું હૈયું અભિમાનમાં એમાં શાને છલકાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)