શું કર્યું, શું કર્યું, કર્મોને ભાગ્યે જીવનમાં તો તારા
રહી આધારે તો એના, જીવનમાં તારું તો શું વળ્યું
સમજ વિના રહ્યો કરતોને કરતો, આખર તારેને તારે ભોગવવું પડયું
ધ્યેય જ્યાં એક છે, પહોંચ્યા વિના ના ચાલશે, પહોંચવું તો રહ્યું
અહંને અભિમાનમાં જીવન તો વીત્યું, ખબર નથી બાકી કેટલું રહ્યું
કરીશ ના જો તું સામનો વિકારોનો, પડશે એની પાસે તારે તો ઝૂકવું
અંદાજ નથી તને તારી શક્તિનો, ખોટા ખયાલોમાં જોજે ના રહેવું
કરીશ ના જો દૂર તું વિકારોને, પડશે એના ભારે તારે તો ડૂબવું
પ્રભુની મસ્તિની મસ્તિમાં, જીવનમાં સદા તો મસ્ત રહેવું
મળશે સમય તને તો ક્યાંથી, પડશે પ્રભુને તારુંને તારું તો જોવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)