ઊડવા આકાશે પંખીને, દીધી પાંખ તો, પંખીને તો પ્રભુએ
તરવા જળમાં તો મીનને, દીધું અનુરૂપ શરીર તો પ્રભુએ
દોડવા ધરતી પર, અનુરૂપ પગ દીધા, મૃગને તો પ્રભુએ
દીધું સહુને જરૂરિયાત સહુની સમજી, દીધું એવું તો એને પ્રભુએ
દીધું મણ તો હાથીને, રાખી ના વંચિત કણથી તો કીડીને તો પ્રભુએ
ખાવા ઘાસ દીધા દાંત એવા, વાઘ સિંહને દીધા દાંત જુદા, સમજીને પ્રભુએ
પીવા દૂધ જગમાં અનેકને, ભરી દીધા આંચળ, દૂધથી ગાય ભેંસના પ્રભુએ
પડે કામ લેવું જેને બુદ્ધિથી, દીધી બુદ્ધિ ભરી એમાં તો પ્રભુએ
પડે જરૂરિયાત બળની જીવનમાં જેને, દીધું શક્તિથી ભરપૂર તન પ્રભુએ
પડે તિક્ષ્ણ નજરની જરૂર, ભરી તિક્ષ્ણતા એની નજરમાં પ્રભુએ
નથી નજર બહાર જરૂરિયાત સહુની, કરે પૂરી એ તો સહુની સમજીને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)