જીવન તો, સહુ જીવતા ને જીવતા જાય છે (2)
જીવન તો જીવતા ને જીવતાં જાય છે, ફરિયાદ કરતા ને કરતા જાય છે
છે અસંતોષ તો સહુના હૈયે તો જલતાં, જલતા ને જલતા એમાં જાય છે
દુઃખે દુઃખે દુઃખી થાતાં દુઃખમાં તો, રડતાં ને રડતાં જાય છે
થાય ના સહન તો જીવનમાં, તોયે સહન કરતા ને કરતા જાય છે
મળવું છે તો જીવનમાં, મળી ના શકે એને, અન્યને તો મળતાં ને મળતાં જાય છે
પડે ચલાવી લેવું જીવનમાં તો ઘણું, ચલાવતાં ને ચલાવતાં જાય છે
નડે શરમ જીવનમાં તો કોઈની, શરમ ને શરમમાં, મરતાં ને મરતાં જાય છે
કરવું શું રહી અનિર્ણિત તો એમાં, રખડતાં ને રખડતાં જાય છે
પહોંચવું ને પહોંચવું છે તો પ્રભુ પાસે, બીજે પહોંચતા ને પહોંચતા જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)