કરવાનું છે જે જીવનમાં, તે તું કરજે, ના કરવાનું કરવામાં ઉન્મત્ત ના તું બનજે
પ્રેમની ધારા હૈયે તો તું વહેવા દેજે, ધિક્કારમાં ના તું તો તણાતો જાજે
સુખદુઃખમાં સ્મરણ પ્રભુનું તું કરતો રહેજે, માયાને હૈયે વસવા ના તું દેજે
હૈયે વેરને ના તું રહેવા દેજે, હળીમળી સહુ સાથે જગમાં તું રહેતો રહેજે
આવ્યો છે તું જગમાં વાસ્તવિક્તા સમજજે, વાસ્તવિક્તાનું મૂળ પ્રભુમાં તું શોધી લેજે
અસ્તિત્વ પ્રભુનું તું જીવનમાં શોધજે, અસ્તિત્વ તારું, એમાં તું મિટાવી દેજે
હૈયાંને દયાથી ભર્યું ભર્યું તું રાખજે, દયામાં ખોટો જીવનમાં ના તું તણાઈ જાજે
છે માનવ તું માનવ બનીને રહેજે, પશુ સાથે બરાબરી તારી ના થવા તું દેજે
પગથિયાં ઉન્નતિના તું ચડતો રહેજે, જીવનમાં પતનના પગથિયાંથી દૂર તું રહેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)