માગે છે ને ચાહે છે, જીવનમાં તો સહુ, જીવનમાં તો પકવાન ને મેવા
રહે ના તૈયાર જીવનમાં તો જલદી, જીવનમાં કરવાને તો સાચી સેવા
ચાહે છે જીવનમાં તો સહુ, જીવનમાં ચાહે તો સહુ, સુખની નીંદરે તો સુવા
જોઈએ જીવનમાં સહુને બધું, રહે ના તૈયાર, જીવનમાં તો મહેનત કરવા
દુઃખ ના ચાહે કોઈ જીવનમાં, ચાહે સહુ તો જીવનમાં, દુઃખ થી દૂર રહેવા
ઉતાવળે ભરે તો ખોટું પગલું, જીવનમાં થાય ના તૈયાર એ પાછું લેવા
વધવું છે સહુએ તો આગળને આગળ, તૈયાર નથી કોઈ તો પાછા હટવા
રહે માથું મારતાં અન્યની તો વાતોમાં, હોય ના ભલે એમાં એને કાંઈ લેવા-દેવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)