આવ્યો જગમાં હું તો, અપરિચિતના સમૂહમાં, પરિચય તો જગમાં, થાતોને થાતો રહ્યો
પરિચય તો અન્યના મળ્યા ના પૂરા, પરિચય મૂજને મારો, પૂરો ના મળ્યો
પરિચિત ના પરિચય ભી લાગ્યા અધૂરા, અનુભવ જીવનમાં એનો તો થાતો રહ્યો
કહી ના શકું, પરિચય મળ્યો કોનો પૂરો, જ્યાં, પરિચય મુજને મારો પૂરો ના મળ્યો
સંસાર અરણ્યમાં તો હું ભટકતો રહ્યો, જીવનની સાચી કેડીનો પરિચય ના મળ્યો
થયો ના પરિચય જગમાં, જગનો પૂરો, જ્યાં, પરિચય મુજને મારો પૂરો ના મળ્યો
રાખું નજર ભલે ખુલ્લી, થઈ જાતી બંધ કેમ ને ક્યારે, વિક્ષેપ એથી થાતો રહ્યો
કહી ના શકું પરિચય કોઈનો પણ થયો પૂરો, જ્યાં, પરિચય મુજને મારો પૂરો ના મળ્યો
કોશિશો ભી રહી બધી અધૂરી, ફણગો જીવનમાં જ્યાં નવોને નવો ફૂટતો તો રહ્યો
પરિચય જીવનમાં, જીવનનો કરવા પૂરો, પરિચય મારો જીવનમાં, મારો પૂરો તો કરતો રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)