રાત દિવસ કરી ચિંતાના ઉજાગરા, જીવનમાં તને મળ્યું રે શું (2)
બોલી પળે પળે ખોટું રે જીવનમાં, જીવનમાં તારું તો વળ્યું રે શું (2)
કદી ખોટા રે કામો, વગર વિચારે વર્તી જીવનમાં, જીવનમાં મેળવ્યું રે શું (2)
ડૂબી ડૂબી અહંમાં સદા જીવનમાં, કરી હાલત જીવનમાં તે કેવી રે શું (2)
અંધકારમાં કરી તેં આંખ મિંચામણી, અંધકાર વિના તેં જોયું એમાં રે શું (2)
કરી કરી અપમાન, બાંધી વેર તો જીવનમાં, સાથ છૂટયા વિના મેળવ્યું રે શું (2)
વિકારોને વિકારોમાં સરીને જીવનમાં, તોફાન વિના જીવનમાં એમાં મેળવ્યું રે શું (2)
ખોટા ભાવો ને ખોટી લાગણીમાં તણાઈને જીવનમાં, ઉપાધિ વિના મેળવ્યું રે શું (2)
પ્રેમને દયા વિના જીવનમાં, ગોતતા સાર, સાર મળ્યો જીવનમાં બીજો રે શું (2)
મનની ચંચળતામાં, જીવનમાં નાચી નાચી, જીવનમાં તો તેં ખોયું રે શું (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)