ઘડશે આજ તો, કાલ તો તારી કાલની ચિંતા તો તું શાને કરે છે
જીવવું ભૂલી આજનું આજમાં, કાલ પાછળ શાને તો તું દોડતો રહે છે
જાશે છટકી હાથમાંથી આજ જો તારી, કાલ ના તું તારી ત્યાં તો ઘડી શકે છે
લાગી ભૂખ તને તો આજે જ્યાં, રસોઈ મળે કાલે, ત્યાં ના એ ચાલવાની છે
દર્દે દર્દે દવા તો છે જુદી, દર્દ પારખ્યા વિના દવા ના કામ આવવાની છે
સાચી દવા વિના તો જીવનમાં, દર્દની હસ્તી જીવનમાં ના મીટવાની છે
પ્રેમ તો છે દયા તો એવી, બધે બધાને જીવનમાં તો કામ લાગવાની છે
પ્રેમ વિના તો જગમાં, હસ્તી દર્દની જીવનમાં તો વધવાની ને વધવાની છે
શું માનવ કે શું પ્રભુ, પ્રેમમાં તો જગમાં સહુને તરબોળ કરતી રહેવાની છે
જીવી જાજે તું જીવન તો આજ તો પ્રેમથી, કાલ તારી એ, પ્રેમભરી આવવાની છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)