જે રસ્તો તારો છે રે પ્રભુ, છે એ રસ્તો મારો, જ્યાં મારે તને મળવાનું છે
જીવન મળ્યું કે દીધું છે તેં જગમાં, એજ જીવનમાં તારી પાસે તો પહોંચવું છે
શું નથી પાસે એનું દીધેલું, કરી ઉપયોગ એનો, તારી પાસે તો આવવું છે
મળ્યા નથી યુગોથી, છે યુગોથી જુદાઈ, આ જનમમાં તને મળવું ને મળવું છે
છે પાસે જે તારી, રાખી મદાર એના પર, રાખી ના મદાર ખોટા, તારી પાસે પહોંચવું છે
બીજા રસ્તાનું કામ શું છે, પહોંચાડે જે રસ્તો પાસે તારી, એ રસ્તાનું તો કામ છે
દૂરને દૂર રાખે તને, ના જોઈએ એ તો મને, મેળવીને જગમાં એવું મારે શું કામ છે
પળે પળનો વિલંબ, હવે ના સહેવાશે, જ્યાં તારી પાસે હવે તો પહોંચવું છે
રહેશે તું સાથે, લાગશે તું પાસે રે પ્રભુ, ના જીવનમાં બીજું મારે તો કોઈ કામ છે
હોય ભલે રસ્તા જીવનમાં ઘણા, પહોંચાડે રસ્તો, પાસે તારી, એ રસ્તાનું મારે તો કામ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)