રહ્યો છું મથતોને મથતો જીવનમાં રે પ્રભુ, આદેશ તારો તો મેળવવા
ભલે જગતમાં જીવનમાં છોડવું પડે જીવન, આદેશ તારો તો મેળવવા
મૂંઝાતાંને મૂંઝાતાં રહીએ અમે જીવનમાં, કરીએ કોશિશ આદેશ તારો તો મેળવવા
રાહ જોતાં જોતાં વીતી રહ્યું છે જીવન, કર ના વાર પ્રભુ તું આદેશ દેવામાં
રહ્યાં ફાંફાં મારતા તો જીવનમાં, જીવનમાં બધું તો મેળવવાને મેળવવા
મળ્યું ભલે જીવનમાં બીજું બધું રે પ્રભુ, બાકી તો છે પ્રભુ આદેશ તારા મેળવવા
કરવા છે કામો જીવનમાં એવા રે પ્રભુ, જીવનમાં સંતોને તારા આદેશ મેળવવા
વીત્યુંને વીતી જાશે જગમાં રે જીવન, જાશે વીતી આદેશ મેળવવાને મેળવવા
ભળ્યા આદેશ એના જ્યાં જીવનમાં, પડશે રહેવું તૈયાર જીવનમાં, આદેશ નવા મેળવવા
વીત્યું જીવન ભલે, વિતે જીવન બીજું ભલે, હટવું ના જીવનમાં આદેશ તો મેળવવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)