જીવન તો જગમાં જીવવું પડે, ગોતતાં બિંદુ કૃપાના તો પ્રભુના, જીવનમાં તો મળે
સાદી સીધી વાતમાં પણ, જીવનમાં તો, પ્રભુના હાથ તો, ફરતાને ફરતા રહે
કાજળ ઘેર્યા જીવનમાં પણ, પ્રભુની કૃપાથી, માર્ગ તો મળતાંને મળતાં રહે
વિપરીત સંજોગો ને આફતોમાં તો જીવનમાં, બિંદુ કૃપાના એના તો જોવા મળે
રાખ ના મદાર તું આવડત ને ભાગ્ય પર એટલો, બિંદુ કૃપાના તો મેળવવા પડે
બિંદુ કૃપાના એના તો જીવનભર ઝરતા રહે, જીવનમાં એને તો ઝીલવા પડે
સદાય બિંદુ એના જગમાં વહેતાંને વહેતાં રહે, ઝીલવા એને, તૈયાર સદા રહેવું પડે
ખૂટશે ના બિંદુ પ્રભુના તો એના, ધારાને ધારા સદા એની તો વહેતી રહે
પડે જ્યાં બિંદુ એનું હૈયાંની સૂકી ધરતી પર, હરિયાળું એને એ તો કરતુંને કરતું રહે
ભક્તો ને ભક્તોના જીવન તો જગમાં, સાક્ષી એની તો પૂરતાંને પૂરતાં રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)