ભર્યું એક ડગલું, જ્યાં મંઝિલ તરફ, એક ડગલું મંઝિલ ત્યાં પાસે આવી ગઈ
એક પછી એક ડગલાં જ્યાં ભરતાં રહ્યાં, હાથવેંતમાં મંઝિલ ત્યાં તો આવી ગઈ
ઉત્સાહમાં ગયો ના જ્યાં હું તો તૂટી, હસ્તી થાકની પથ મારા તો ના ચેકી શકી
ખાશો ના દયા તો મારી, અધવચ્ચે જો જીવનમાં મંઝિલ દઉં હું તો છોડી
ભરીશ ડગલા જો ઝડપી, પહોંચી શકીશ મંઝિલે હું તો વહેલી કે મોડી
કરીશ ના બદલી જો મંઝિલની, પહોંચીશ મંઝિલે હું તો કરી હશે જે નક્કી
ચૂકીશ ના કે ભૂલીશ ના જો હું રસ્તા તો વચ્ચે, પહોંચાડશે ડગલા તો મંઝિલે
હટે ના તો મંઝિલ ભરવા તો પડે ડગલાં, આવે મંઝિલ ત્યાં તો પાસે
જોઈતા નથી જીવનમાં રસ્તા તો બીજા, જોઈએ છે રસ્તા પહોંચાડે તો જે મંઝિલે
ડગલે ડગલે રહીશ જો ચાલતો, અટકીશ ખાલી હું તો પહોંચીને તો મંઝિલે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)