સુખ દુઃખને તો છે જીવનમાં, તારાને તારા કર્મોનો તો આધાર
નિરાધાર નથી કોઈ તો જગમાં, જગને તો છે જ્યાં પ્રભુનો તો આધાર
મીઠાંને મીઠાં સંબંધોને તો છે જીવનના સદ્વર્તનના તો ઉપહાર
તારા વર્તનો ને વર્તનોને તો જીવનમાં, છે ઇચ્છાઓને વિચારોનો આધાર
નિઃસ્વાર્થ પ્રેમને તો જીવનમાં, છે બસ એક પ્રભુનો તો આધાર
ઉપાધિ અને ઉપાધિઓ તો જીવનમાં, તો છે બિનઆવડતનો ઉપહાર
દિવસને, રાતને, સુખને, દુઃખને તો છે જીવનમાં એકબીજાનો તો આધાર
રાખજે સદા તું તો જીવનમાં, જીવનમાં તો એક પ્રભુ ઉપર તો આધાર
લાગણીને ભાવો તો જીવનમાં, જીવનમાં તો છે એ તો હૈયાંના ઉપહાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)