છે પ્રભુ તો જો બધે, બઘે અને બધે, જગમાં તો એ કેમ દેખાતા નથી
જો પ્રભુ તો કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી, તો જગમાં એ કેમ સમજાતા નથી
જો પ્રભુ જોય બધું ને સાંભળે જગમાં બધું, તો પ્રભુ કેમ જલદી આવતા નથી
શું હૈયું પ્રભુનું દયામાં સુકાઈ ગયું, જગમાં દુઃખ દર્દથી પીડાતા દેખાયા વિના રહેતા નથી
શું પ્રભુના જગમાં કોઈ ગણતરી નથી, બધું અગણિત રહ્યાં વિના રહ્યું નથી
શું કરે છે પ્રભુ બધું સમજણ વિના, એની સમજ કેમ અમારી સમજમાં આવતું નથી
શું પ્રભુ રમાડે છે સહુને તો જગમાં, રમત એની તો જગમાં, કેમ સમજાતી નથી
છે શું એ એક અને વ્યાપ્ત તો બધે, અલગતાના ભાવો કેમ છૂટતા નથી
છે એ તો જ્યાં સમર્થ અને શક્તિશાળી, જગમાં છુપાવાની એને જરૂર નથી
છે બધા ભંડારો તો ભર્યા એની પાસે, યુગોથી ભંડારો હજી એના ખૂટયાં નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)