છુપાવવા જીવનમાં નબળાઈઓ તારી, શોધ ના જીવનમાં તું બહાનાને બહાના
નથી લાંબા ગાળે કોઈ ફાયદા તો એમાં, છે નુકસાનના આંક એમાં તો, ઝાઝાને ઝાઝા
ગોતવાને ગોતવા, બહાના એના તો જીવનમાં, માર ના જીવનમાં તું ઝાઝા ફાંફાં
નાથી ના શક્યો, જીતી ના શક્યો, નબળાઈઓને તારી પડે છે ગોતવા, તારે તો બહાના
નવી નવી નબળાઈઓનો, રહ્યો છે બનતો શિકાર તું તો, ગોતીશ તું કેટલા બહાના
બહાનાને બહાનાથી ઢાંકી ના શકીશ નબળાઈઓ, નથી નબળાઈઓ એ ઢાંકી શકવાના
રહેશે નબળાઈઓ તો એમાં વધતીને વધતી, ગોત તું રસ્તા તો એને પહોંચવાના
હિંમત વિના ના રોકી શકીશ તું એને, કર કોશિશ, જીવનમાં હિંમતથી જીવવાની
હારથી જાજે ના, જાજે જીવનમાં હિંમત હારી, છે એ પહેલું પગથિયું નબળાઈ જિતવાનું
એક એક કરી જાજે, હટાવી નબળાઈઓ જીવનમાં, ખૂલી જાશે દ્વાર ત્યારે તો મુક્તિના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)