જાગો જાગો, જાગો રે હે જગમાંતા, તમારા વિના તો બધે અંધારું છે
છવાયો અંધકાર તો જ્યાં આંખ સામે, ના આંખ એમાં તો જોઈ શકવાની છે
છવાયો અંધકાર તો જ્યાં હૈયે, ભાવોના ઝરણાં ત્યાં તો સુકાવાના છે
છવાયો અંધકાર તો જ્યાં અંતરમાં, સમજણના ઠેકાણા ના ત્યાં રહેવાના છે
છવાયો અંધકાર તો જ્યાં બુદ્ધિમાં, માર્ગ સાચા જીવનમાં ના સૂઝવાના છે
છવાયો અંધકાર જ્યાં જીવનમાં, વિવેક ત્યાં જીવનમાં તો ભુલાવાના છે
છવાયા અંધકાર તો જ્યાં મનડાંમાં, નિર્ણય સાચા ના ત્યાં લેવાવાના છે
મળશે ના પ્રકાશ જીવનમાં, અંધકાર જીવનના તો ના હટવાના છે
વિના પ્રકાશ તો જીવનમાં, જીવનના વહેણ અધૂરાને અધૂરા રહેવાના છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)