દીધાં છે ભરી ભરીને શ્વાસો, જીવનમાં તને તો જેણે
દેજે શ્વાસોમાં વણી નામ તો એનું, જીવનમાં તો ભાવ ભરીને
દીધી છે દૃષ્ટિ જોવા જગમાં, જીવનમાં તને તો જેણે
સમાવી દેજે જીવનમાં, તારી દૃષ્ટિમાં તો એને
દીધું છે પ્રેમભર્યું હૈયું જીવનમાં તો તને તો જેણે
દેજે જીવનમાં, તારા પ્રેમનું નિશાન તો એને
દીધી વિચાર શક્તિ વિચારવા જીવનમાં, તને તો જેણે
રહેવા દેજે ના કોઈ વિચાર, એના વિચાર વિના રે
દીધું છે જ્ઞાન ભરી ભરી તારા જીવનમાં તો જેણે
કરજે જ્ઞાન, તારા જીવનમાં તો પૂરું, જીવનમાં એને જાણીને
દીધું છે હૈયું તારું જીવનમાં તો, ભાવ ભરીને તો જેણે
દેજે ધરી હૈયું તારું, પૂરા ભાવ ભરીને તો એના ચરણે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)