ફરી ફરી થાકીશ જગમાં તો તું, છે આખર વિસામો તો તારો તારી અંદર
શોધી શોધી થાકીશ જગમાં તો તું પ્રભુને, આખર પડશે મળવું તારે તારી અંદર
મળશે જોવા કંઈક ખેલ તો જગમાં, પડયા છે એથી વધુ તો તારી ને તારી અંદર
હટી જાશે જ્યાં વાદળ તારી આંખ સામેથી, દેખાશે જગમાં તને તો બધું સુંદર
ઉકેલી શકીશ રહસ્ય જગના તું ક્યાંથી, ઉકેલીશ નહીં રહસ્યો પડયા છે જે તારી અંદર
કરી કોશિશ ઉકેલવા એને તો, મારીને ઊંડે ડૂબકી તો તારી ને તારી અંદર
રહેશે, ને છે તારી સાથેને સાથે, પડશે જીવનમાં તો એને તો અંદર
મળતું જાશે ત્યાં તને તો નવું નવું, દેશે નાંખી અચરજમાં, શું ને શું તારી અંદર
નથી જગ તો ઘર તો તારું, છે તારું ઘર તો, તારી ને તારી અંદર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)