નફા નુક્શાન તો જીવનમાં તો થાતા રહે, પાસા એનાં તો પલટાતાં રહે
કરતોને કરતો રહીશ જો વિચાર તું એના, સમયનું નુકશાન થાતું રહે
એક સરખું ખાતું ના ચાલુ રહે, વધઘટ તો બન્નેમાં તો આવતી રહે
ના સાચા એ તો જલદી થાશે, વધઘટ તો એમાં થાતી ને થાતી રહે
કદી થાશે તને જો એકમાં નુકશાન, નફો તો બીજામાં ત્યાં મળી રહે
નફો કે નુક્શાન થાશે તને જે જીવનમાં, જગમાં ને જગમાં એ તો રહી જાશે
નફો કે નુકશાન ના સ્થાયી રહેશે, બદલી ને બદલી એમાં થાતી રહે
સરવાળા એનાં થાતાં ને થાતાં રહે, એ તો વધતા ને ઘટતા રહે
નથી નુક્શાન તો પ્રભુના સ્મરણમાં, નફાને નફા એમાં મળતાં રહે
છોડ જગના નફા નુકશાનનું જીવનમાં, પ્રભુના નફામાં સ્થિર રહે
ના આ વાત કાંઈ તારા એકની, સહુની આ વાત તો સરખી રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)