નિર્મળ ઝરણું બનીને જીવનમાં મને તો વહેવા દે
નિર્મળ ઝરણું નિર્મળ સરિતામાં મને તો સમાવા દે
નિર્મળ સરિતા બની, વિશાળ સાગરમાં તો ભળવા દે
વિશાળ સાગર બનીને, ધરતીની ખારાશ તો હરવા દે
છે ક્રમ આ તો જગતનો, મને નાનામાંથી મોટો બનવા દે
મને નાનું પણ સ્વચ્છ ગામડું જગમાં તો બનવા દે
મને નાના ગામમાંથી, એક નાનો જિલ્લો બનવા દે
મને નાના જિલ્લામાંથી, એક નાનો પ્રાંત બનવા દે
મને નાના પ્રાંતમાંથી એક મોટું રાષ્ટ્ર બનવા દે - છે ક્રમ...
મને એક કુંટુંબનો સભ્ય બનીને તો જીવવા દે
એક નાના કુટુંબના સભ્યમાંથી એક સમૂહ અંગ બનવા દે
એક સમૂહમાંથી એક સમષ્ટિનું અંગ તો બનવા દે
એક સમષ્ટિના અંગમાંથી, પ્રભુનું અંગ તો બનવા દે - છે ક્રમ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)