દીધું કે ના દીધું બીજું મને રે પ્રભુ, બેચેનીની બીમારી તો તેં દઈ દીધી
રાખી દવા તારી પાસે તો એની, દીધો થકવી મને તો ભમાવી, ભમાવી
ચોંટેં ના ચિત્ત મારું તો કોઈ કામમાં, રહી ના શકે, પૂરું એ તારા ધ્યાનમાં
પહોંચવું ક્યાંથી તારા તો ધામમાં, સતાવે બેચેની તો મને વાત વાતમાં
મળવું છે જ્યાં મારે તો તને, રોકે તે છે શાને મળતાં મને તો તને
હદપાર વિનાની બેચેની દીધી છે વધારી હૈયે, પ્રભુ હવે આ તું તો સમજી જાને
વધારી વધારી બેચેની તને શું મળ્યું, શાને કાજે તારે આવું કરવું પડયું
હૈયું મારું તો જ્યાં તારું તો બન્યું, કરજે તારે જે કરવું હોય તે એનું
બેચેન ને બેચેન બની જાશે જ્યાં હૈયું મારું, દર્શન દેવા પડશે પ્રભુ તારે તો દોડવું
વિચારી લેજે દવા દેવી કે ના દેવી રે પ્રભુ, હૈયાંને બેચેન વધુ શાને બનાવવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)