ક્યાં મારે તો જાવું રે પ્રભુ, ક્યાં મારે તો જાવું (2)
કરી ગુનો તારે જગમાં, જીવનમાં રે પ્રભુ - ક્યાં...
જગના ખૂણે ખૂણે તો પહોંચે હાથ તારા રે પ્રભુ - ક્યાં...
છટકી શકીશ જગમાં હું તો ક્યાંથી, છટકવા દઈશે મને તું તો નજરમાંથી - ક્યા
કર્યા ગુના સમજીને, કે અણસમજમાં, છટકી શકીશ એમાંથી તો ક્યાંથી - ક્યાં
કર્યા ગુના કંઈક તો લોભથી, કર્યા ગુના કંઈક તો લાલચથી - ક્યાં
કર્યા કંઈક ગુનાઓ તો તરંગમાં, કર્યા કંઈક ગૂનાઓ તો લાચારીથી - ક્યાં
કર્યા કંઈક ગુનાઓ તો વેરમાં, ક્રોધમાં, કર્યા કંઈક તો લાભની ગણતરીથી - ક્યાં
કર્યા કંઈક તો વાસનામાં તણાઈ, તો કર્યા કંઈક તો જીવનમાં ઇર્ષ્યાથી - ક્યાં
કર્યા કંઈક તો ભાગ્યના તોરમાં, કર્યા કંઈક તો જીવનમાં બેદરકારીથી - ક્યાં
રહેશે ના છુપા ગુનાઓ તો પાસે તારી, હવે ક્યાં મારે તો જાવું - ક્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)