હળી મળીને પડશે રહેવું રે જીવનમાં, હળીમળીને રહેવું પડશે
ક્ષણે ક્ષણે હળવું ને મળવું જાગશે જગમાં, હળવું ને મળવું પડશે
તારા જેવા તો છે અનેક જગમાં, અહંને અહંના ટકરાવે જોવું પડશે
કોની ક્યારે પડશે જરૂર તો જીવનમાં, સહુની જરૂર જીવનમાં તો પડશે
અવિચારીપણાનો ભાર તો જીવનમાં, જીવનમાં સહન કરવો તો પડશે
લાવ્યા શું સાથે, લઈ જશું શું સાથે, અહીંનું અહીં રાખી જાવું પડશે
સમય મળ્યો તને જે જે હાથમાં, સદ્ઉપયોગ કરવો એનો પડશે
મુક્ત બનવું છે જ્યાં જગતમાં, વાસના ને વિકારો જીવનમાં છોડવા પડશે
શું છે તારું, શું નથી તારું, જીવનમાં બરાબર આ સમજવું પડશે
મન, વિચારોને ભાવના મેળ જીવનમાં, સદા મેળવવા તો પડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)