સમજી વિચારી કરશો જીવનમાં જો કામ, જીવનમાં પસ્તાવાની પાળી આવે શું કામ
રાખશો સ્વાર્થ કાબૂમાં તો જો જીવનમાં, જીવનમાં પસ્તાવાની પાળી આવે શું કામ
મનડાંને અટકાવી રાખશો જ્યાં હાથમાં, કોઈ કામ રહે અશક્ય ત્યારે શું કામ
દયા ભાવને રાખશો ભર્યા ભર્યા હૈયાંમાં, વેર જાગશે હૈયાંમાં ત્યારે શું કામ
ભાવ ભરી લેશો જો પ્રભુનું તો નામ, આવે ના દર્શન દેવા, પ્રભુ તો શું કામ
અભિમાન ને ક્રોધને રાખશો તો જ્યાં કાબૂમાં, જીવનમાં, સુખી ના થવાય શું કામ
જગતમાં જીવશે જીવન જો સંતોષમાં, મળે ના શાંતિ જીવનમાં તો શું કામ
ડુબાવી રાખશે હૈયાંને તો પ્રેમમાં ને પ્રેમમાં, જાગે વેર હૈયાંમાં ત્યારે તો શું કામ
કર્યું ના હોય જીવનમાં એ કોઈનું કામ, આશા રાખો અન્ય કરે તમારું કામ, શું કામ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)