અંતરમાં રાખીશ છૂપું ઘણું તો તું, જોનાર એનો તો જોઈ જાશે
અંતરમાં નીકળતો, નાનો અવાજ તારો, સાંભળનાર એનો તો સાંભળી જાશે
અંતરમાં કોઈ ખૂણે રાખીશ છૂપું તું, શોધનાર એને તો શોધી લેશે
અંતરમાં ભર્યા ભાવો તો તારા, ઝીલનાર એનો તો એને ઝીલી લેશે
અંતરમાં લખીશ તું તો જે કાંઈ, વાંચનાર એનો તો એ વાંચી લેશે
અંતરમાં કોતરીશ મૂર્તિ તો તારી, જોનાર એનો તો એ જોઈ લેશે
અંતરમાં દૂઝતા તારા એ છુપા ઘાને, રુઝાવનાર એનો તો એ રુઝાવી દેશે
અંતરમાં કરીશ તું જે કાંઈ ખોટું, સાક્ષી બનનાર એનો, સાક્ષી પૂરી જાશે
અંતરની બહારના પડશે પડઘા અંતરમાં, સાંભળનાર એનો તો એ સાંભળી લેશે
કર્યું હશે જીવનમાં, તો તેં જે કાંઈ, તારું અંતર તો સાક્ષી એની પૂરશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)