ઘડી બે ઘડી આંખ મારી બંધ કરવા દે, મનોહર મૂર્તિ તારી રે એમાં ઉતારવા દે
જોયું એણે ઘણું ઘણું, મળ્યું ના સંતોષ એને, જોઈ એમાં સંતોષ એને લેવા દે
કરી વાત ઘણી ઘણી એણે જીવનમાં, હવે તારી મૂર્તિ સાથે વાત કરવા દે
થાકી ઘણી ઘણી એ તો જીવનમાં, થાક એનો તારા શરણમાં ઉતારવા દે
જાશે ભૂલી આદત બહાર જોવાની, મળશે જોવા અંદર મૂર્તિ તારી, એને જોવા દે
આવી સમાજે તું તો મારી આંખમાં, તારી મૂર્તિને ત્યાંથી કદી ના હટવા દે
છે બધા રૂપો તો જગમાં તારા, તારી મનગમતી મૂર્તિના દર્શન કરવા દે
તારા મૂર્તિને તારા નામથી આભૂષિત કરી, મારી આંખમાં એને સમાવા દે
આવીને મારી નજરમાં, જાતી ના છટકી, પ્રેમથી તને એમાં તો રહેવા દે
સાથ રહેશે આપણો, રહેશું સાથેને સાથે, સાથેને સાથે તો રહેવા દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)