જોયાંને જાણ્યા કંઈકને તો જીવનમાં,
જીવનમાં અહં ને અભિમાનમાં તો ડૂબતાને ડૂબતા
છોડી નથી શક્યો જીવનમાં તો તું, અહંને અભિમાન તો તારા
જીવનમાં ત્યારે તારું તો શું થાશે, ત્યારે તારું તો શું થાશે
જોયાં ને જાણ્યા કંઈકને તો જગમાં, ક્રોધમાં જીવન એના સળગતા
હટાવી ના શક્યા જો ક્રોધને, જીવનમાં તો જો તારા - જીવનમાં...
જોયું ને જાણ્યું જીવનમાં, દગા ના થયા જીવનમાં તો કોઈના સગા
ભૂલી ના શક્યો, છોડી ના શક્યો, જીવનમાં તું કૂડકપટના તો રસ્તા - જીવનમાં..
જોયાં ને જાણ્યા હાલ જીવનમાં તેં, વિવેકવિહીનને અણસમજના તો જગમાં
રહી ના શક્યો તું વિવેકથી, વર્તી ના શક્યો તું સમજશક્તિથી જગમાં - જીવનમાં...
જોયું ને જાણ્યું તેં જગમાં મળેના કે ટકેના, વસ્તુ પરિશ્રમ વિના જીવનમાં...
હટાવી ના શક્યો આળસને, તો તું તારા જીવનમાં તો જગમાં - જીવનમાં...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)