ગરબે ઘૂમો રે માડી, ગરબે ઘૂમો ઘૂમો (2)
હૈયે બાળકોના ભરવાને ઉમંગ રે માડી, ગરબે ઘૂમો ઘૂમો
રહેજો ને રાખજો રે માડી, બાળકોને નિત્ય તમારી સંગ
ઘૂમો એવા રે ઘૂમો રે માડી, દેવો ભી રહી જાયે જોતા દંગ
ઘૂમશો જ્યાં તમે બાળકોની સંગ, રહી જાશે ગરબાનો રંગ
ભરી ભરીને ભાવો, ઘૂમે તમારા બાળકો, જોજો થાયે ના એનો ભંગ
છીએ અમે તો એવા છીએ, નથી અમારા તો કોઈ ઢંગ
તૂટે ના અમારા રે ભાવો રે માડી, જોજો રહે એ અખંડ ને સળંગ
તમારી સંગ, ગરબે રમવાનો, દેજો અમને અણમોલ પ્રસંગ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)