ખોવાઈ ગઈ, ખોવાઈ ગઈ, શાંતિ જીવનમાં, જીવનમાં શાંતિ ખોવાઈ ગઈ
ઊપડયા અજંપાને અજંપા, હૈયાંમાંને મનમાં તો જ્યાં, જીવનની શાંતિ ત્યાં હરાઈ ગઈ
અગ્નિ ક્રોધનો ગયો હૈયાંમાં જાગી, દીધું ઇર્ષ્યાએ બળતામાં જ્યાં ઘી હોમી
ઇચ્છાઓમાંને ઇચ્છાઓમાં રહ્યો તણાઈ, અહં ને અભિમાનમાં ગયો જ્યાં ફુલાઈ
ભૂલોને ભૂલો તો રહી જીવનમાં વધતીને વધતી, જીવનમાં શાંતિ ના મળી
ગોતી એને જ્યાં બહારને બહાર જીવનમાં એ તો, છેતરતીને છેતરતી રહી
મળી ના શાંતિ જીવનમાં જેને અંતરમાં, બીજે ક્યાંય ના એને મળી શકી
ઊછળતા દ્વંદ્વો થાતા ગયા ઊભા, હૈયાંમાં ને મનમાં શાંતિ ના ત્યાં વસી શકી
હરી લીધું જ્યાં અશાંતિએ તો ધ્યાન, પ્રભુમાંથી, અશાંતિ વધતીને વધતી રહી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)