પામવાનું છે જે જે જીવનમાં, પામવું પડશે જીવનમાં, મેળવવાનું છે જે જે, મેળવવું પડશે જીવનમાં
મૂલ્ય જીવનનું સાચું સમજી લેજે, મૂલ્ય જીવનનું સાચું કરી લેજે
અમૂલ્ય ક્ષણો વીતે છે, બીજી કદાચિત મળશે, વીત્યો દિવસ પણ કદાચિત મળશે
મળ્યા જે સંજોગો જીવનમાં, મળશે જીવન જીવનમાં, તો બીજું તો ના મળશે
છૂટયા શ્વાસો જીવનમાં, જીવનમાં કદાચિત બીજાને બીજા તો મળશે
સાથ ને સાથીદારો મળ્યા તો જીવનમાં, જીવનમાં બીજા તો કદાચિત મળશે
કર્મોને કર્મો જીવનમાં ભોગવવા તો પડશે, કર્મોથી તો જીવનમાં મુક્તિ મળશે
સુખદુઃખ જીવનમાં મળતું તો રહેશે, અલિપ્ત એમાં જીવનમાં રહેવું પડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)