જીવનમાં તો ક્યારેને ક્યારે, સહુ લાચાર તો બની જાય છે
જીવનમાં મોત આગળ, જગમાં સહુ તો લાચાર બની જાય છે
જીવનમાં આદત આગળ, સહુ લાચારને લાચાર બનતા જાય છે
લાગણીના પૂરમાં, જીવનમાં સહુ તો લાચારને લાચાર બની જાય છે
જીવનમાં મનના ઉપાડા આગળ તો, સહુ તો લાચાર બની જાય છે
જીવનમાં અહં ને અભિમાનમાં, સહુ લાચારને લાચાર બનતા જાય છે
ઇચ્છાઓના પૂરમાં તણાઈને તણાઈ, જીવનમાં લાચાર બની જાય છે
જીવનમાં સહુ ભાગ્યની આગળ તો લાચાર બની જાય છે
દુઃખ દર્દ આગળ જીવનમાં, સહુ લાચાર બનતાને બનતા જાય છે
જીવનમાં આળસને દઈ ઉત્તેજન, સહુ લાચાર તો બની જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)