રાહે રાહે રાહ જોતાં જીવનમાં, જોજે બદલાઈ ના જાય રાહ તારી
રાહ મળી છે જ્યાં તને જીવનમાં, જોવે છે રાહ શાને તું, રાહે ચાલવાની
છે શું શંકા તને તારી રાહમાં, રહ્યો છે રાહ જોઈ તું તો રાહની
શું ગયો છે પહોંચી તું અનેક રાહની ભેટે, ગયો છે મૂંઝાઈ, રાહ કઈ સાચી
લઈ નથી શક્તો તું નિર્ણય, જોવી પડી છે રાહ, જોવી તારે રાહે ચાલવાની
જોઈ રહ્યો છે રાહ શું તું કોઈ સાથીદારની, રાહે રાહે ચાલે સાથે તારી
રાહે રાહે પડશે ચાલવું તો તારે, ઉતાવળ નથી શું તારે રાહે ચાલવાની
જોઈ રહ્યો છે શું તું કોઈ રાહબરની, ચીંધે જે રાહ તને તો તારી
રાહને રાહ જોવામાં વિતાવ ના સમય, સમય ના જોશે રાહ તો તારી
હોય ના હિંમત તારામાં જો સામનાની, પકડજે જીવનમાં સરળ રાહ જીવનમાં તારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)