કાર્યને જોઈએ બળ વિચારોનું જીવનમાં, જોઈએ વિચારોને બળ તો આચારનું
છે સત્ય તો આ જીવનનું, છે સત્ય તો આ જીવનનું (2)
જોઈએ સાધનાને બળ તો તપનું, જોઈએ તપને બળ તો સંયમનું - છે...
ક્રોધ તો જીવનમાં રાખશે ના કોઈને ક્યાંયનો, હશે પાસે, કરશે એનાથી જુદા - છે...
અભિમાન ના ટક્યા કોઈના જગમાં, થાયે અંતિમ જિત તો પ્રેમની - છે...
ઇર્ષ્યાઓ ને શંકાઓ, વાળે દાટ જીવનનો, બચ્યા એમાં જીવન, એ તો જીવ્યા - છે..
ઇચ્છાઓ ને મનડાંએ નચાવ્યા સહુને જીવનમાં, તણાયા એમાં એ તો ડુબ્યા - છે...
કડવી વાણીએ કર્યા દુશ્મનો ઊભા, મીઠી વાણીએ તો હૈયાં સહુના જીત્યા - છે..
શોભે શૂરવીરતા તો સદા ક્ષમાથી, ખીલી ઊઠે બુદ્ધિ તો સદા નમ્રતાથી - છે..
દંભ તો જીવનમાં દાટ વાળે, અંકાવી દે હૈયાંમાં આંક આવડતના ખોટા - છે..
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)