આકાશે તારલિયા ટમકે છે (2) નીરખી નીરખી હાલ તો જગના, આંખડી એની તો ચમકે છે
અવતારીઓ ને સંતોના ચરણ સ્પર્શથી, ધરતી તો જ્યાં મલકે છે
પાપીઓના પાપથી, કણસતી જોઈ ધરતીને અનુકંપાથી ત્યાં એ ચમકે છે
કરવા સંતોના દૂરથી દર્શન, ઉત્સૂકતાથી આંખડી એની ચમકે છે
ટક્યા ના અભિમાન કોઈના જગમાં, ડૂબ્યાં રહેતા એમાં જોઈ, વિસ્મયતાથી ચમકે છે
ખળખળ વહેતી પ્રેમથી ગંગાને, સાગરમાં ભેટતાં, અહોભાગ્યથી એ તો ચમકે છે
જોઈ ઊછળતા સાગરના હૈયાંને તો એમાં, હરખમાં આંખડી એની ચમકે છે
રહે જોઈ આવનજાવન ધરતી ઉપર, સ્તબ્ધ બની આંખડી એની ચમકે છે
દેતા રહ્યા સાથ એ તો ચંદ્રને, ચંદ્રની સાથે સાથે એ તો ચમકે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)