રહ્યો નથી તું, રહી શકીશ ક્યાંથી, જગમાં તો તું કોઈનો
નથી આવનજાવન જગમાં તો તારી, જ્યાં તારે તો હાથ
રહીશ જગમાં તું કેટલું, કરીશ જગમાં તો તું કેટલું
નથી જાણતો જ્યાં એ તું, નથી જાણતો જ્યાં એ તું વાત
રહેશે અન્ય કેટલાં તો તારા, બની ના શક્યા જ્યાં એ ખુદના
બની નથી શક્યો તું ભી તો ખુદનો, બનશે અન્યનો કેટલો, સમજીને આ વાત
છે અને રહેશે સદાયે જો તો તારા, નથી કેમ બનતો એનો તું જીવનમાં
બનીશ કે બનાવીશ એક એને તું તારા, રહેશે સદા એ તો સાથમાં
તું બન્યો કે ના બન્યો એનો, તરછોડયો નથી એણે તને તો કદી
ભૂલ્યો ભલે એને તું તો જીવનમાં, ભૂલ્યા ના તને એ તો કદી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)