એક તારા વિના શું હું બોલી શકીશ, શું વિચારી શકીશ એક તારા વિના
એક તારા વિના શું હું જીવનમાં રહી શકીશ, શું રહી શકીશ એક તારા વિના
એક તારા વિના શું પ્રકાશ પામી શકીશ, શું પ્રકાશ પામી શકીશ એક તારા વિના
એક તારા વિના શું કરી શકીશ, શું કાર્ય કરી શકીશ એક તારા વિના
એક તારા વિના શું પ્રભુને પામી શકીશ, શું પ્રભુને પામી શકીશ એક તારા વિના
એક તારા વિના ક્યાં હું જઈ શકીશ, જીવનમાં ક્યાં હું જઈ શકીશ એક તારા વિના
એક તારા વિના જીવનમાં શું જોઈ શકીશ, શું જોઈ શકીશ એક તારા વિના
એક તારા વિના જીવનમાં શું સમજી શકીશ, શું સમજી શકીશ એક તારા વિના
એક તારા વિના હળીમળી શકીશ ક્યાંથી, હળીમળી શકીશ કયાંથી એક તારા વિના
એક તારા વિના હશે અંધારું, હશે ના જીવન જગમાં એક તારા વિના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)