ધરતી ખાડા-ટેકરાથી છે ભરપૂર
   ચાલવામાં તકેદારી રાખજો
જીવન સુખદુઃખનો છે સમૂહ
   ધીરજની મૂડી સાથે રાખજો
જીવનમાં અનુકૂળતા, પ્રતિકૂળતાના પ્રવાહ વહે છે જરૂર
   તરવામાં હોશિયારી રાખજો
ક્રોધ-મોહના સંજોગ જીવનમાં જાગશે જરૂર
   ત્યારે સંયમ કેળવી રાખજો
જગમાં સદા કોઈના પાસા સીધા પડશે નહીં
   આ વાત હૈયે ધરી રાખજો
રાજવીનાં રાજ પણ ચિરકાળ ટક્યાં નથી
   આ વાત લક્ષ્યમાં રાખજો
જન્મ્યો તેનો નાશ છે જરૂર
   આ હકીકત સમજી રાખજો
માયામાં ચિત્ત દોડશે જરૂર
   પ્રભુચિંતનમાં એને જોડી રાખજો
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)