સુખ શાંતિ મારા હૈયાંને કાજે, ચાહું ત્યાગ અન્યની પાસે
સ્વાર્થ આનાથી તો બીજો કયો હશે (2)
મારા તનડાંના આરામ કાજે, અનુકૂળતા રહું હું તો માગી
મારા મનડાંની શાંતિને કાજે, લાવું અન્યના મનમાં અશાંતિ
ખુદને હિંસામાંથી રાખી બાકાત, કરાવું અન્ય પાસે તો અહિંસા
ખુદને નુકસાનથી બચાવવા, કરવા નુક્સાન અન્યનું ઉત્સુક બનું
ખુદની મોટર સાચવવા, દઉં અન્યને ઉતારી ખાડામાં
ખુદના માન અહંને સાચવવા, દઉં અન્યને જ્યારે ત્યારે ઉતારી
સુખ સાધન ખુદનું તો જીવનમાં, કરતા અન્યને દુઃખી ના અચકાઉં
પ્રેમ તો માગે ત્યાગ જીવનમાં, અન્ય પાસે ત્યાગ હું તો ચાહું
મુક્તિની હોય ના લાયકાત જીવનમાં, લાયક ખુદને તોયે માનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)