તારા પ્રભુના, વિશ્વાસના પટ પર રે, તું પ્રભુ પ્રેમના ચિત્રણ ચિત્રી દેજે
તારી મનમનોહર મૂર્તિ પ્રભુની, એમાં તો તું ઉપસાવી દેજે
તારા હૈયાંના ભાવેભાવના રંગથી, એને તો તું રંગી દેજે
તારા હૈયાંમાં પૂરા ભાવથી, એને જીવનમાં, હૈયાંમાં તું સ્થાપી દેજે
તારા અંતરથી રાખતો ના દૂર તું એને, અંતર બધું તું કાપી દેજે
તારી શ્રદ્ધા ને લાગણીની છાંટની ભાત, એમાં તું પાડી દેજે
તારી ભાવના દેશે પ્રતિસાદ એ તો, મુખ પર એના ભાવ તારા નીરખી લેજે
તારા પ્રેમને આવકારશે એ તો, તારા પ્રેમમાં એને તું નવરાવી દેજે
તારા જીવનમાં રહેશે એ તો સાથેને સાથે, સાથે એને તું રહેવા દેજે
તારા વિના પડશે ના ચેન એને, એના વિના ચેન તો ના પડવા દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)