રસ્તા સાચા જીવનમાં એ મળે ના જલદી, રસ્તા કાંઈ રસ્તા રઝળતા નથી મળતા
મળ્યા જ્યાં રસ્તા સાચા, પડશે ચાલવું એની, નથી કોઈ પર મહેરબાની તો કરતા
પહોંચવાનું છે જ્યાં આપણે, ચાલવું પડશે આપણે, અન્યના ચાલવાથી રસ્તા નથી કપાતા
ચાલશે ઊંચકી કોઈ ભાર તારો, રીત છે જીવનની તો એ, પડવાના રસ્તા
હોય ભલે તારો, હોય ભલે વાંકોચૂંકો, બનાવી દેજે જીવનમાં એને તો તું જાણીતા
મળે ના મળે સહપ્રવાસી તો એમાં, પડશે ચાલવું તારે, છે એ તારા ને તારા રસ્તા
હશે સાચા જગમાં તારા જો રસ્તા, ચાલશે જો તું, સ્થાને તો પહોંચાડશે એ રસ્તા
તારે ને તારે તો પડશે ચાલવું રસ્તા પર, નથી ચાલવાના તો કંઈ તારા તો રસ્તા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)