અરે ઓ અલ્પ બુદ્ધિ માનવી, કર ના અભિમાન તું બુદ્ધિનું
થાકી જાશે બુદ્ધિ તો તારી, જઈશ આપતા જગમાં એમાથી બધું
માની લેજે સંતોષ જીવનમાં તું, જાણવા જેવું જો તેં જાણી લીધું
છે બુદ્ધિ તો માપીને જીવનમાં પ્રાપ્ત કરવા, માપી, પ્રાપ્ત તેં કેટલું કર્યું
જાણીને બધું લેજે શંકા હરી, કરી ના શક્યો જીવનમાં આ તો તેં શું કર્યું
બુદ્ધિ વિનાના પ્રાણી જગમાં જાય છે જીવી, જીવન એવું શાને તેં વિતાવ્યું
બુદ્ધિની સ્વાર્થની સીમા કેમ પાર ના કરી, શાને વર્તુળ સ્વાર્થનું બનાવ્યું
કરજે તીક્ષ્ણ વાપરી સાચી રીતે, જ્ઞાનની પાર તો છે જ્યાં તારે જવું
થકવતો ના કરાવી કસરત એને ખોટી, બનશે મુશ્કેલ તો કામ લેવું
કરીશ સીમાડા પારને પાર તું જ્ઞાનના, રહી જાશે તોયે તો ઘણું ઘણું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)