છે હસ્તી જગમાં તો આપણીને આપણી, આપણીને આપણી
થઈ કાપણી જ્યાં હસ્તીની આપણી, હટી ગઈ હસ્તી જગની તો આપણી
સતાવે છે જ્યાં જગ આપણું, હટાવી દેજે હસ્તી, એમાંથી તો આપણી
વળગાડજે ના હૈયે જગને એટલું, નાખી દે એ બધા, નીકળવા એમાંથી તો આપણી
પ્રેમની ધારા વહાવી દેજે જગમાં તો તારા, બનાવી ના દે કુંઠિત જગને આપણી
કરતો રહેજે જીવનમાં તો તું સદા. તારા ગુણોને અવગુણોની તો માપણી
ટકરાશે નહીં જગમાં હસ્તી આપણી, કરતો રહ્યો શાને પ્રદર્શન તો લાગણી
જીવન છે તારું, જીવવાનું છે તારે, સ્વીકારી છે શાને વિકારોની સતામણી
જાગૃત રહેજે સદા તું જીવનમાં, છે જાળ માયાની જીવનમાં તો લોભામણી
જીવીશ જીવન જો તારું સારી રીતે, થાતે તો મુક્તિના દ્વારે તારી વધામણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)