તારા તનડાંનું દુઃખ, તારું તનડું ભોગવશે, તારા મનડાંનું દુઃખ, તારું મનડું ભોગવશે
રે મનવા, કરી ના શકશે એમાં કોઈ તો કાંઈ (2)
શાને રે મનવા, માયામાં તું ડૂબતોને ડૂબતો જાય છે (2)
રોકી નથી શક્તો દુઃખ જ્યાં અન્યનું, જોઈ દુઃખ અન્યનું શાને દુઃખી થાય છે
જાણતો નથી જ્યાં કર્મો તું તારા, અન્યના કર્મથી તો છે તું અજાણ
તારા દુઃખ દર્દને જાણી ના શકે સાચું, કરી શકશે ક્યાંથી એનો ઉપાય
બે શબ્દ કહેવા ખાતર કહેશે, છે શું એ તારા દુઃખનો તો સાચો ઉપાય
કરશો ઉપાય જ્યાં ખોટા ને ખોટા, દુઃખ દર્દ વધારી એ તો જાય
રહેવાનો નથી તું કોઈનો, રહેવાના નથી કોઈ તારા, કર્મોના સથવારે થાતું જાય
શક્તિ કર્મોની તો છે પાસે તારી, છે કરવાની બુદ્ધિ પાસે તારી, કર ઉપયોગ સદાય
કરીશ ભૂલ જો આમાં તું, જવાબદાર એનો તો તું ને તું ગણાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)