પડી શકીશ ક્યાં સુધી રે તું, નાના ખાબોચિયામાં ને ખાબોચિયામાં
લઈ લે, માણી લે એકવાર તું મજા, સમાઈ સાગરના ઊછળતા તો હૈયાંમાં
વિશાળ વિશ્વના કર્તાને સમજી લે, જાણી લે તારી, વિશાળતા તારા હૈયાંમાં
વહાવી રહ્યો છે એ તો જ્યાં પ્રેમની ધારા, ઝીલી લે ધારા એની, તારા હૈયાંમાં
છે સત્તા એની પાસે દેવા હર કોઈને, લખ્યું ના હોય ભલે એના ભાગ્યમાં
ચૂકશે ના એ તો એની પ્રભુતા, છે એ તો પ્રભુ, રહેજે સદા તું એના વિશ્વાસમાં
છોડ હવે તું હૈયેથી તો તારા સ્વાર્થને, લોભના ખાબોચિયાં, પડયો ના રહે તું એમાં
પામવા પ્રભુની વિશાળતા, છોડી ખાબોચિયા તારા, માર ડૂબકી તું એના હૈયાંમાં
ડૂબી જઈશ જ્યાં તું એમાં, પામી શકીશ એની સંવેદના, રહેશે ના ફરક તારામાંને પ્રભુમાં
છોડીશ ના જો તું ખાબોચિયાં તારા, રાખશે ડુબાડી તને એ તારામાં ને તારામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)