રોગની ને રોગની રડતી વાતો તો તારી, તને રોગીને રોગી તો રાખશે
જીવન યુદ્ધ તો છે તારું ને તારું, તારે ને તારે, લડયા વિના ના એ ચાલશે
છોડીશ જો તું હિંમત, ખૂટશે જો ધીરજ, જીવન યુદ્ધ કેમ કરીને તો તું લડશે
લડવું પડશે જ્યાં તારે ને તારે, જીવનમાં રોગી બનીને, કેમ કરીને એ તો લડાશે
જીવન સમરાંગણમાં રહીશ જ્યાં તું ઊભો, બહાના તારા, ના ત્યાં તો ચાલશે
જિત કે હાર હશે ફળ તો એનું, નિર્ણય તારો ને તારો કામ એમાં લાગશે
દયા, ક્ષમા કે કરુણાનું સ્થાન તો છે જીવનમાં યોગ્ય રીતે રાખવા એને પડશે
પ્રેમ ભક્તિ ભાવ છે અવિભાજ્ય અંગ જીવનના, જીવનમાં ના એને ભુલાશે
મારા તારાની પડશે લાગણી ભૂલવી, હૈયે સહુને તો અપનાવવા પડશે
જીવન યુદ્ધ છે તારું, તારે ને તારે લડવા જીવનમાં, તૈયાર રહેવું તો પડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)