તરસ્યા તરસ્યા મારા રે મનની છે બસ એક પુકાર રે પ્રભુ, પ્યાસ ક્યારે મારી બુઝાવશો
પી પીને જળ માયાનું તો જીવનમાં, બુઝાઈ ના પ્યાસ મારી, પ્યાસ ક્યારે મારી મિટાવશો
છે ભટકવાની આદત મારી રે પ્રભુ, સ્થિર તમારામાં ને તમારામાં મને ક્યારે બનાવશો
રાખશો ક્યાં સુધી દૂર મને તમે રે પ્રભુ, તમારા મય તમે મને તો ક્યારે બનાવશો
ખોટી પ્યાસ રાખશે, પ્યાસોને પ્યાસો મને રે પ્રભુ, સાચી પ્યાસ જીવનમાં મને ક્યારે જગાવશો
થાતી નથી સહન પ્યાસ હવે રે પ્રભુ, તમારી મીઠી નજરનું જળ મને ક્યારે રે પાશો
જાગી છે જ્યાં પ્યાસ રે પ્રભુ તારા દર્શનની, તમારા દર્શન વિના કેમ એ બુઝાવશો
રહી શકું રે પ્રભુ, તમારા દર્શન વિના, રાખી પ્યાસો મને, ક્યાં સુધી તમે મને સતાવશો
જાગી નથી પ્યાસ શું તમને મને મળવાની, ક્યાં સુધી ને ક્યાં સુધી પ્યાસો મને રાખશો
રહી નહીં શકું હું તમારા દર્શન વિના રે પ્રભુ, ક્યાં સુધી પ્યાસમાં મને તરફડાવશો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)